Friday, October 14, 2011













સત્યમેવ જયતે 


સત્ય તો જાણે શીંગ ના ફોતરા
ચાવીને થૂંકી દીધેલ પાન ની પિચકારી જેવું
બીડી ફૂંકીને ઉડાડી દીધેલ ધુમાડા જેવું
નફફટ નઘરોળ એક ભૂંડ
બીજા ની વિષ્ટા ચાટતું ફરતું એ જનાવર
એના પગ ના પાછલા હિસ્સા થી દીવાલ પર
ઉડેલા કાદવ જેવું સત્ય
છેક હાડકા ના પોલાણ સુધી ચૂંથી ચાંટીને
ફેકી દીધેલ માંસ ના ટુકડા સમું સત્ય
જર્જરીત ચીથરા માંથી  ડોકા કાઢતા 
અંગો ને પણ નખ વડે નોચતા
પડેલા ઉજરડા સમાન સત્ય
ગામના ઉકરડે શ્વાન દ્વારા કરાતી
ખેચતાણ માં લીરેલીરા થતા
કચરા જેવું સત્ય
દલાલ અને ગ્રાહક ના સોદા માં વેચાતા
લોહી અને  શ્વાસ ની બાદબાકી સમું સત્ય
રોશની થી ચમકતા શહેર ના અંધારે ખૂણે
લૂંટાતી આબરૂ  જેવું અદ્દલ સત્ય
ભૂખ થી ટળવળતા  પેટ માં
પાંસળીઓ વચ્ચે રિબાતી લાચારી જેવું સત્ય

બધી તૈયારી થઇ ગઈ  છે આઘા ખસો
ટોળે ના વળો, શોર ના મચાવો
આ તો ખાલી એક નવું પાટિયું ચિતરાવીને
અહી મુકવાનું છે એની બબાલ છે
થઇ જશે શાંતિ થી કામ
લાગી જશે પાટિયું
ઘણા ચિત્રકારો અહી ભેગા થશે 
એમાં ખાલી એટલુજ લખવાનું છે પાટિયા પર કે
સત્યમેવ જયતે
ખરેખર સાલું ઘણું ગજબ છે
આટલી અમથી વાતમાંતો
વાત વાતમાં કેટલા લોકો ભેગા થઇ ગયા !!!

--નિખિલ જોષી
joshinikhil2007@gmail.com 

 




 




2 comments:

  1. નિખિલભાઈ તમારા કાવ્યો વાંચ્યા, સૌથી પહેલા એક કાવ્ય લયસ્તરો પર વાંચ્યું હતું અને આજે તમારી વેબ પર,તમારા ગામમાં જયેન્દ્ર શેખડીવાળા,ડૉ.નિખિલ ખારોડ,ગુજ. વિભાગના હેડ ભગીરથ બ્રહ્મભટ સાહેબ મારા ખાસ મિત્રો છે,એમની પાસે મરા ત્રણ પ્રગટ સંગ્રહો છે વાંચવા મળે તો.તમારા કાવ્યોમાં ગરદી બહુ છે-કશું કહી નાખવાનો આવેગ.,દા ત."બીજા ની વિષ્ટા ચાટતું ફરતું એ જનાવર....અહીંથી "પાંસળીઓ વચ્ચે રિબાતી લાચારી જેવું સત્ય..અહીં સુધી.તમારી ઉમરે હું પણ એવો જ હતો,પુષ્કળ વાંચવાથી વળાંક આવશે,તે અપેક્ષા છે.મારું ઇ મેલ છે તો નવું લખો ત્યારે ચોક્કસ લિંક મોકલશો.

    ReplyDelete
  2. મને ખબર નથી વર્ડપ્રેસ્સ idથી કેમ કૉમેન્ટ નથી મુકાતી.

    ReplyDelete