હરિને કાગળ
હરિ તમોને કાગળ લખતા અમને આવડ્યો નહિ
કાગળ પર કંઈ લખ્યા વિના બસ કરી દીધી રે સહી
હરિ અમારા કાગળિયામાં હશે કેટલી ગડી
મારે મન તો આપણ બેને એજ જોડતી કડી
બસ તમેય જરાક અમથું જાંકી લેશો મહી
મારો કાગળ કોરો જાણી નહિ ફાડશો હરિ
છાતીએ વળગાડી એને વાંચી લેશો જરી
વગર શબદની વાતોને મેં બિન અક્ષર છે કહી
--નીખીલ જોશી
No comments:
Post a Comment