Tuesday, February 28, 2012




કહેવા બેસુય કોને હું
 
કોરીકટ આંખોમાં આંજેલા શમણાં તો હાથતાળી દઈને થ્યા છૂ
જીવતરની વારતામાં ઘટતી આ ઘટનાને કહેવા બેસુય કોને હું

શમણાંઓ ઓઢીને શમણાંઓ પોઢીને ખર્ચી છે કેટલીય રાત
ધાર્યુતું આંગણાંમાં વાદળ અષાઢી કોઈ બાંધીને ગીતો કંઈ ગાત
હાથોમાં આવ્યા પણ ઝાંઝવાના જળ અને છાતીએ બળબળતી લૂ

લીલ્લાછમ દેશમાં એક માળો બાંધીને થયું કલરવની સિચીશું વેલ
અહિયાં તો આપણને આપણાં જ ઘર માં છે આપણાં સંગાથ ની આ જેલ
આઈનાની ભીતર જે માણસ રહેતોતો એને ક્યાં ક્યાં શોધીશ હવે તું !

--નિખિલ જોશી

No comments:

Post a Comment