છાતી ને સમંદર
ઝાંકળ ભીની પરોઢ ઓઢી જઈને બેઠા સરવર
એક સ્મરણ ની હોડી હાલે છાતી ને સમંદર
એક ત્વચાની ભાષા ઉઘડે આંગળીઓના છેડે
શ્વાસોનું ઓજાર પછી આ રૂંવાડા ને ખેડે
કંઈ કેટલા અર્થ ઉગ્યા છે સ્પર્શ લિપિની અંદર
હૂંફાળી એક રાત ટપીને પહોચ્યા સૂરજ દેશ
હુંપદ છોડી ધર્યો અમેતો લાગણીઓનો વેશ
જાત સમૂળગી વીસર્યા એવું થયું શું જંતર મંતર!
--નિખિલ જોશી
No comments:
Post a Comment