ઘટના શું છે?
આપણ બેની સંગાથે આ ઝાંકળ જેવી ઘટના શું છે?
પાંપણ પર આ સ્વપ્ન લગોલગ વાદળ જેવી ઘટના શું છે?
તારા ચહેરે ગાલ અડોઅડ લહેરાતી આ લટનાં સોગંદ
છાતીમાં ઉઘડતા આ ઈચ્છા નાં દ્વાર હતા જે બંધ
તારી આંખે રંગ નીતરતી કાજળ જેવી ઘટના શું છે?
રાત પડે ને ઓશીકે આ સપનાઓ કંઈ થાતા સળવળ
ફૂલ ગુલાબી નામે આખ્ખી રાત પછી તો ઝળહળ ઝળહળ
મુંજવતા આ મૌન પરે પણ સાંકળ જેવી ઘટના શું છે?
--નિખિલ જોશી
No comments:
Post a Comment